વિજપોલ ગમે ત્યારે માથે પડે તેવી હાલતમાં હોવાથી વાહન ચાલકોના જીવ ઉપર જોખમ મોરબી : મોરબીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં જીઆઇડીસી પાસે નમેલો વિજપોલ જોખમી બન્યો છે. આ વિજપોલ ગમે ત્યારે માથે પડે તેવી હાલતમાં હોવાથી વાહન ચાલકોના જીવ ઉપર જોખમ ઉભું થયું છે. મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસી પાસે આવેલ એક વિજપોલ હાલ નમી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. જેમાં અગાઉ કોઈ વાહનની ટક્કરથી આ વિજપોલને નુકસાન પહોંચ્યું હતું. આથી આ વિજપોલ ઘણા સમયથી જોખમી રીતે નમી ગયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ વિજપોલ ગમે ત્યારે કોઈના માથે પડે તેવી હાલતમાં હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ઉપર જીવનું જોખમ ઉભું થયું છે. તેથી વહેલાસર તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..