વાંકાનેર : વાંકાનેરમાં ધ અચીવર્સ એકેડમી તથા કિડ્સ લેન્ડ ઇંગ્લિશ સ્કુલના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. વાંકાનેર મુકામે ધ અચીવર્સ એકેડમી તથા કિડ્સ લેન્ડ ઇંગ્લિશ સ્કુલના સહયોગથી એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમના હાથે ઘ અચીવર્સ એકેડમીના નવા ક્લાસ રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાથે તમામ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શા માટે કરવી જોઈએ અને તેનાથી શું ફાયદા થાય એ અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..