મોરબી : મોરબીમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન – નિક્ષય મિત્ર પહેલ અંતર્ગત શ્રીમતી જે.એ. પટેલ કોલેજના NSS સ્વયં સેવકોએ ટીબીના દર્દીઓને સાઈકોસોશિયલ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધતા દાખવી માય ભારત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હતું.ટીબી મુકત ભારત અભિયાન' અંતર્ગત 'નિક્ષય મિત્ર પહેલ' દ્વારા ટીબી દર્દીઓને સામાજિક, ભાવનાત્મક તથા પૌષ્ટિક સહયોગ ઉપલબ્ધ કરાવવા જનભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આ પહેલમાં રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) NSS સ્વંયસેવકની સક્રિય ભાગીદારી જરૂરી છે જેથી તેઓ પોતાના વિસ્તારના ટીબી દર્દીઓના 'નિક્ષય મિત્ર” બનીને તેમને જરૂરી સહયોગ આપી શકે છે. જે માટે મોરબીની શ્રીમતી જે. એ. મહિલા કોલેજ, ડી.જે.પી. કન્યા છાત્રાલય અને હોસ્ટેલ માં અંદાજીત 500 જેટલી વિદ્યાર્થીનીઓને આજ રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર- મોરબી દ્વારા આ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ટીબી રોગની સમજ, નિદાન,સારવાર,સરકારદ્વારા મળતી સહાય તેમજ રોગ અંગેની ગંભીરતાની માહિતીઆપવામાં આવી અને ટીબીના દર્દીઓને સાયકૉસોશિયલ સહયોગ કઈ રીતે પ્રદાન કરવો તેની સમજ આપવામાં આવી હતી.આ ઉપરાંત તમામ (એન.એસ.એસ.) NSS સ્વયંસેવકોને પોતાના વિસ્તારમાંના ટીબી દર્દીઓને સહયોગ આપવા માટે 'નિક્ષય પોર્ટલ' પર નોંધણી કરવા પ્રોત્સાહિત કરાયા તથા તેમના દ્વારા આ સેવાભાવી કાર્યમાં યોગદાન આપવા સંકલ્પિત કરવામાં આવ્યા હતા.નિક્ષય મિત્ર પહેલ તથા ટીબી મુકત ભારત અભિયાનની સફળતા માટે NSS સ્વયંસેવકોને સહકાર આપવા માટે રાજ્યકક્ષાએથી સ્ટેટ કન્સલ્ટન્ટ(SPO-Gujarat) ખેર હરદીપસિંહએ આ કાર્યક્રમમાં એન.એસ.એસ યુથને નિક્ષય મિત્ર તરીકે જોડાવવા નમ્ર અપીલ કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા, જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, જે.એ. પટેલ કન્યા છાત્રાલયના એસોસીએટ પ્રોફેસર મંજુલાબેન એમ. દેસાઈએ ભારે જહેમત ઉઠાવી હતી.