મોરબી : મોરબી જિલ્લાની રામાનંદીય સાધુ સમાજની 11 દીકરીઓનો આગામી 18 ફેબ્રુઆરી 2024ના રોજ સમૂહ લગ્નોત્સવ યોજાશે.રામાનંદીય સાધુ સમાજ ઉત્કર્ષ સમૂહ લગ્ન મંડળ મોરબી - માળિયા દ્વારા આગામી 18 ફેબ્રુઆરી 2024ના રોજ 20માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાની રામાનંદીય સાધુ સમાજની 11 દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે. સમૂહ લગ્ન ખોખરા હરિહર ધામ, 8એ નેશનલ હાઈવે, મોરબી-2 મુકામે યોજાશે. વધુ વિગત માટે નારણભાઈ રામાવત (98252 89534), સુરેશભાઈ રામાનુજ (99251 82904), નયનભાઈ રામાવત (99098 55504), મુકેશભાઈ કુબાવત (98254 03288), ફરશુરામભાઈ નિમાવત (99136 70042), પ્રવીણભાઈ દેવમોરારી (98796 95984), જીતેશભાઈ કુબાવત (98795 26699), ભક્તિરામભાઈ નિમાવત (99799 99098)નો સંપર્ક કરવા જણાવાયુ છે.