વિધવા બહેનોની દીકરીઓના લગ્નનો ભાર હળવો કરવા માટે લાયન્સ ક્લબનું પ્રેરણાદાયી કાર્ય મોરબી : મોરબીમાં લાયન્સ કલબ દ્વારા વિધવા બહેનોની 21 દીકરીઓના સમુહલગ્ન યોજાયા હતા.જ્યારે લાયન્સ કલબે આર્થીક રીતે નબળા વિધવામાતાઓની દીકરીઓના લગ્નનો ભાર હળવો કરવા માટે આ દીકરીઓને પોતાની દીકરીઓ માનીને રંગેચગે લગ્ન કરાવીને હસીખુશીથી સાસરે વળાવી હતી. લાયન્સ કલબ મોરબી નઝરબાગ અને સીટી તેમજ જયુંપીટર દ્વારા વિધવા બહેનોની દીકરીઓના લગ્નના ખર્ચને પહોંચી વળવાના ઉમદા પ્રયાસરૂપે શહેરના રણછોડનગરના આવેલ સાઈ મંદિર ખાતે વિધવા બહેનોની દીકરીઓના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિધવા બહેનોની 21 દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને દાતાઓ દ્વારા આ તમામ દીકરીઓને કરિયાવરરૂપે અનેકવિધ કિંમતી ભેટસોગાદો આપીને હસીખુશીથી સાસરે વળાવાઈ હતી.આ તકે મહંત ભાવેશ્વરીબેન, અગ્રણી દેવકરણભાઈ અદ્રોજા,લાયન્સ કલબના ડિસ્ટ્રિક્ટ ગર્વનર ચંદ્રકાંતભાઈ દફ્તરી સહિતના આગેવાનોએ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en