7 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધીના પાંચ દિવસમાં કુલ 517 નિઃશુલ્ક ભોજન પાસનું વિતરણ થયું મોરબી અપડેટ : ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ-મોરબી દ્વારા જ્ઞાતિજનોમાં સંગઠન અને ભાઈચારો વધે તેવા ઉમદા હેતુથી તારીખ 20 સપ્ટેમ્બર 2026 ને રવિવારના રોજ સાંજે 5:30 થી 8:30 વાગ્યા સુધી ભવ્ય 'સમૂહ ભોજન સમારોહ' નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના તમામ નોંધાયેલા સભ્યોને ભોજન લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ ભોજન સમારોહનું આયોજન ઔદિચ્ય સ.તા. બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ-મોરબી (ભોજનશાળાના પ્રમુખ અને કારોબારી સભ્યો) ના સહકારથી કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ગત તારીખ 7 સપ્ટેમ્બરથી નિઃશુલ્ક ભોજન પાસનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. 7 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધીના પાંચ દિવસમાં કુલ 517 નિઃશુલ્ક ભોજન પાસનું વિતરણ થઈ ચૂક્યું છે.કાર્યક્રમની વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે મંડળ દ્વારા તમામ જ્ઞાતિજનોને ભોજનશાળા ખાતેથી સમયસર પોતાનો ભોજન પાસ મેળવી લેવા મહામંત્રી વિનય ભટ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. નિઃશુલ્ક ભોજન પાસ મેળવવાનો સમય સવારે 10:00 થી 12:00 અને સાંજે 5:00 થી 7:00 વાગ્યા સુધીનો રહેશે.#MorbiUpdate #MorbiNews #AudichyaBrahminSamaj #SamuhBhojan #CommunityEvent #Morbi