તાજેતરમાં જ પ્રદેશ સંગઠનમાં મહત્વની જવાબદારી મળવા બદલ હળવદ ભાજપ દ્વારા કરાયું છે આયોજન હળવદ : બે દિવસ પહેલા પ્રદેશ ભાજપના માળખાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં હળવદ ધાંગધ્રા ના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડિયા અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ પદે વરણી કરાતા હળવદ ભાજપ દ્વારા આવતીકાલે એટલે કે સોમવારના રોજ જયંતીભાઇ કવાડીયા ના અભિવાદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે હળવદ વૈજનાથ ચોકડી ખાતે બપોરના 3 વાગ્યાથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સર્કલ સુધી કોરોના ની ગાઇડ લાઇનને ધ્યાને લઇ એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે રાજ્ય સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવા સર્વે કાર્યકર્તાઓને અપીલ : તાલુકા ભાજપ પ્રમુખ સોમવાર ના રોજ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ પદે નિયુક્ત થયેલ જયંતીભાઈ કવાડિયા હળવદ આવી રહ્યા છે ત્યારે તેઓના અભિવાદન સમારોહ નુ આયોજન હળવદ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હોય જેમાં આવનાર સર્વે ભાજપના કાર્યકર્તાઓ ને હળવદ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણીએ અપીલ કરતા જણાવ્યું છે કે કાર્યકર્તાઓ મોઢે માસ્ક બાંધે અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવે સાથે જ સરકારની ગાઇડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય તેવી દરેક કાર્યકર્તાઓ ને અપીલ કરી છે.