મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), સંઘ શતાબ્દી વર્ષ નિમિતે મોરબીની જિલ્લા દ્વારા હિંદુ સંગઠન અને સામાજિક જાગૃતિના સંકલ્પ સાથે આગામી તારીખ 05 ઓક્ટોબર 2025, ને રવિવારના રોજ વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રાત્રે 09:00 કલાકે શરૂ થશે.આ કાર્યક્રમનું આયોજન 60 ફૂટ રોડ, પ્રમુખ રેસિડેન્સી, પેસિફિક હાઈટ્સની સામે, કુળદેવી પાન વાળી શેરીમાં, રવાપર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય વક્તા તરીકે જીતેન્દ્રભાઈ ધિરંગમા (નાયબ ઈજનેર) ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે આંબાભાઈ કુંડારીયા (પર્યાવરણ પ્રેમી) હાજરી આપશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પરંપરા અનુસાર યોજાઈ રહેલો આ ઉત્સવમાં સંઘ દ્વારા તમામ સ્વયંસેવકો અને શુભેચ્છકોને સક્રિય સહભાગી બનવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.