પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલની પ્રતિમા સુધીની યાત્રામાં મંત્રી કાંતિલાલ અમૃતિયા અને કલેક્ટર સ્વપ્નિલ ખરે ઉપરાંત મોટી સંખ્યામાં લોકો જોડાયામોરબી અપડેટ : મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત આજે મોરબીમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી રવાપર રોડ અને બાપા સીતારામ ચોક થઈને નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા અને યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.આ તિરંગા યાત્રામાં મંત્રી કાંતિલાલ અમૃતિયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, એસપી મુકેશ કુમાર પટેલ, ડીડીઓ વિદ્યાસાગર, કમિશનર સંગીતા રૈયાણી, મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી આ અભિયાનની શરૂઆત કરાવી છે. વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થયા છે. લોકોમાં દેશપ્રેમની જાગૃતિ આવે તે હેતુથી આ યાત્રા યોજાઈ રહી છે, દેશ માટે પ્રેમ હશે તો આપણો ભારત દેશ ચોક્કસ વિશ્વગુરુ બનશે.કલેક્ટર સ્વપ્નિલ ખરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે 15 મી ઓગસ્ટના આયોજનના ભાગરૂપે મંત્રીની અધ્યક્ષતામાં આ યાત્રાનું આયોજન કરાયું છે. જિલ્લામાં 9 થી 17 ઓગસ્ટ સુધી તાલુકા અને નગરપાલિકા કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમો અને યાત્રાઓ યોજાશે. આજની આ રેલીમાં પોલીસ સ્ટાફ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. #Morbi #TirangaYatra #HarGharTiranga #MorbiUpdate #IndependenceDay #KantilalAmrutiya #SwapnilKhare #MorbiNews