હળવદ : છોટાકાશી હળવદ સેવા ગૃપ દ્વારા આજે તા. 13-5-2025 ને મંગળવારના રોજ સાંજે 6 કલાક દરમ્યાન ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના લક્ષ્મીનારાયણ ચોકથી ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ સુધી યાત્રા યોજવામાં આવશે. મહત્વનું છે કે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને મુહતોડ જવાબ આપ્યો છે અને ભારતની તાકાત બતાવી ઇન્ડિયન આર્મીના જવાનોએ તે બદલ હળવદ છોટાકાશી સેવા ગૃપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો શહેરની રાષ્ટ્રપ્રેમી જનતાને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.