મોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલ સમય ગેઇટની બાજુમાં, ગાંધીના વંડા ખાતે સ્વર્ગસ્થ સુશીલાબેન પ્રવીણભાઈ પઢારીયાના મોક્ષાર્થે ભવ્ય અને દિવ્ય 'શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ' ભક્તિ ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર કથાનું આયોજન 23/10/2025 ગુરુવારથી શરૂ થઈને 29/10/2025 બુધવાર સુધી ચાલશે.દરરોજ બપોરે 02:00 થી 06:00 કલાક દરમિયાન કથા પ્રવક્તા ભાગવતાચાર્ય, રસસિદ્ધ કથાકાર શાસ્ત્રીજી નિખિલભાઈ જોષી (રાધે કૃષ્ણઃ - મોરબી વાળા) કથાનું રસપાન કરાવવામાં આવશે. આ આયોજનના મનોરથી યજમાન તરીકે પ્રવીણભાઈ બાબુભાઈ પઢારીયા, વસંતભાઈ પ્રવીણભાઈ પઢારીયા, સંજયભાઈ પ્રવીણભાઈ પઢારીયા અને સમસ્ત પઢારીયા પરિવાર છે. કથા દરમિયાન દરરોજ રાત્રે લોકડાયરો, ભજન-સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાસ-ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જે ભાવિકો કથા સ્થળે ઉપસ્થિત ન થઈ શકે તેમના માટે આ સંપૂર્ણ કથાનું જીવંત પ્રસારણ (Live) પણ કરવામાં આવશે. શ્રોતાઓ મોરબી સિટી ચેનલ નંબર 73 પર તેમજ શાસ્ત્રીજી નિખિલભાઈ જોષીની યુ-ટ્યૂબ ચેનલ પર આ ભક્તિ ગાથાનો લાભ લઈ શકશે. સમગ્ર પઢારીયા પરિવારે ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય ભક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભાગવત સપ્તાહનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.