મોરબી : મોરબીના વાંકડા ગામે આવેલી રોકડનાથ મહાવીરની જગ્યા ખાતે ગુરુ ઉદાસી હરીપ્રકાશજીની 60મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુ પુણ્યતિથિ ભવ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 12 ફેબ્રુઆરી ને બુધવારના રોજ સવારે 9 કલાકે રથયાત્રાનું આયોજન કરાયું છે. જ્યારે સાંજે 6 કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદ યોજાશે. રાત્રે 10 કલાકે રોકડનાથ મહાવીરની જગ્યા ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં સંતવાણીના કલાકાર ગોપાલ સાધુ, વસંત સંઘાણી ગોવિંદ સાધુ ગ્રુપ અને વેગડ સાઉન્ડના સથવારે ભજનની રમઝટ બોલાવશે.