મોરબી : મોરબીના જોધપર (નદી)ગામે બાપા સીતારામ મંદિરના લાભાર્થે આગામી તા. 28મીએ ભવ્ય સંતાવાણી યોજાશે. મોરબીના જોધપર (નદી)ગામે પટેલ સમાજની વાડીની બાજુમાં આવેલ બાપા સીતારામ મંદિરે આ મંદિરના લાભાર્થે સ્વ. ભુદરભાઈ સવજીભાઈ બરાસરાના પરિવાર દ્વારા આગામી તા.28 એપ્રિલના રોજ શુક્રવારે રાત્રે 9 વાગ્યે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજનિક કલાકાર સેજલબેન ગોંડલીયા, વાસુદેવભાઈ પટેલ, ઉસ્તાદ સુરેશભાઈ પટેલ ગ્રુપ વાવડીવાળા સંતવાણીની રંગત જમાવશે. આ સંતવાણીનો લાભ લેવા સર્વ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.