મોરબી: મોરબીના પરશુરામધામ ખાતે સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 05/10/2025ના રોજ રાત્રે 8 કલાકે યોજાયો હતો. શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી લાલા બાપા અને સંત શ્રી જાગાસ્વામી જયંતિ તેમજ શરદપૂનમના પવિત્ર પર્વ નિમિત્તે આ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ, તેમના ટ્રસ્ટીગણ, કારોબારી સભ્યો અને જ્ઞાતિના દાતાઓના સહયોગથી સમસ્ત મોચી સમાજ મોરબી માટે નિઃશુલ્ક આ રાસોત્સવનું ધામધૂમથી અને સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના લોકોએ મોટી સંખ્યામાં જોડાઈને આ સાંસ્કૃતિક કાર્યક્રમને દીપાવ્યો હતો.