વીજલાઈનના વળતર મુદ્દે ચાલી રહેલી લડતમાં ખેડૂત એકતાના દર્શન, આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો રામધૂનમાં ઉમટી પડ્યામોરબી : મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતર મુદ્દે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. આ આંદોલન અંતર્ગત ખેડૂત એકતા મજબૂત કરવા માટે જેતપર ખાતે એક ભવ્ય રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક સંપન્ન થયું છે. આ રામધૂન કાર્યક્રમમાં આસપાસના 36 ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજરી આપી છે. જેતપર ગામ સમસ્ત અને સુધાકર ધૂન મંડળ દ્વારા જેતપર બસ સ્ટેશન પાસે આવેલી આંદોલનની છાવણી ખાતે આ રામધૂન યોજવામાં આવી હતી. રાત્રે 8:30 કલાકે શરૂ થયેલા આ પવિત્ર રામધૂન કાર્યક્રમમાં જેતપર તેમજ આજુબાજુના ગામના સર્વે ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો અને વડીલોએ પધારીને ધર્મલાભ લીધો હતો. ખેડૂતોના હક માટે ચાલી રહેલા આંદોલનમાં આ રામધૂને ખેડૂતોનો જુસ્સો વધારવાનું કામ કર્યું હતું.આ રામધૂનમાં ખેડૂતોનો જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં અલગ-અલગ ગામોમાંથી લોકો જોડાયા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર કાર્યક્રમમાં કુલ 36 ગામના ખેડૂતોએ હાજરી નોંધાવી હતી. જેમાં જીવાપર, ઝીકિયારી, હરિપર, આંદરણા, ચરાડવા, ખરેડા, વેણાસર, ચકમપર, વેજલપર, સુલતાનપુર, રાજપર, વિરાટનગર, અણીયારી, કડીયાણા, શનાળા, લક્ષ્મીનગર, ધરમપુર, ગુજરવદી, પંચાસર, ઉમિયા નગર, ખાનપર ધુનડા, નવા ઘાટીલા, ભેલા, જસમતગઢ, દહીસરા, દાદાશ્રી નગર, નવા સાદુરકા, વિશાલ નગર, સાદુરકા, નવા ઘનશ્યામગઢ, જૂના ઘાટીલા, વાઘપર, ખાખરેચી, રાપર, કેરાળા અને રંગપર ગામના ખેડૂતોનો સમાવેશ થાય છે.#Morbi #Jetpar #RamDhun #KhedutEkta #MorbiUpdate #MorbiNews #FarmersProtest #GujaratFarmers