મોરબી : પંચેશ્વર બાલાજી મિત્રમંડળ દ્વારા ભવ્ય રામચરિત માનસ કથા જ્ઞાનયજ્ઞનું આયોજન પંચેશ્વર બાલાજી મંદિર રામજી મંદિર વાળી શેરી, વજેપર નં. 13, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં તા. 29-11-2025 ને શનિવારના રોજ કથાનો પ્રારંભ થશે. અને તા. 7-12-2025 ને રવિવારના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. આ કથામાં મહામંડલેશ્વર રતનેશ્વરી દેવી (રતનબેન) ગુરુ ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ મોરબી) સવારે 9 થી 12 તથા બપોરે 3 થી 6 કલાક દરમિયાન કથાનું રસપાન કરાવશે.