માળીયા (મિયાણા) : માળીયા (મિયાણા) તાલુકાના વવાણીયા ગામે આગામી તારીખ ૧૩ માર્ચના રોજ સેવા કાર્યના લાભાર્થે ભવ્ય અને મોટા રણુંજા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમરાપર (નાં.) નું પ્રખ્યાત રામામંડળ પોતાની કલા પીરસશે.મુનાભાઈ ઉકાભાઈ ચાવડા તથા સમસ્ત ચાવડા પરિવાર દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૩-૦૩-૨૦૨૬ ને શુક્રવારના રોજ વવાણીયા ગામે યોજાનાર આ રામામંડળ નિહાળવા અને ધર્મલાભ લેવા માટે આયોજકો દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે રમેશભાઈ કોરડીયા (6351885296) અથવા પુનાભાઈ રબારી (8849316788) નો સંપર્ક કરી શકાશે.#Morbi #Maliya #Vavaniya #Ramamandal #MorbiUpdate #ReligiousEvent #CharityEvent #GujaratNews