સાંજે ૭ કલાકે દરબારગઢથી રેલી પ્રસ્થાન કરશે અને ૮:૩૦ કલાકે બાપા સીતારામ ચોક ખાતે વિશાળ જાહેર સભા યોજાશેમોરબી : ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી તેમજ ૬૫-મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કેન્સર જેવી ગંભીર બીમારીને હરાવીને પ્રથમ વખત મોરબી પધારી રહ્યા છે. મોરબીની જનતા દ્વારા તેમના સ્વાસ્થ્ય માટે ઠેર-ઠેર હનુમાન ચાલીસાના પાઠ અને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ત્યારે હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને પરત ફરી રહ્યા હોવાથી ભારતીય જનતા પાર્ટી મોરબી શહેર દ્વારા એક ભવ્ય સ્વાગત-સન્માન અને ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી શહેર ભાજપ પ્રમુખ ઋષિપ કૈલા અને અન્ય આગેવાનોએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપતા જણાવ્યું હતું કે, કાંતિભાઈ અમૃતિયાના સ્વાગત માટે આગામી તારીખ ૨૭ માર્ચ, ૨૦૨૬ ને શુક્રવારના રોજ સાંજે ૭:૦૦ કલાકે એક વિશાળ સન્માન રેલી કાઢવામાં આવશે.આ સ્વાગત રેલી મોરબીના દરબારગઢથી પ્રસ્થાન કરશે. ત્યારબાદ આ રેલી ગ્રીન ચોક, નગર દરવાજા (નેહરુ ગેટ), આંબેડકર પ્રતિમા, મોરબી મહાનગરપાલિકા, મોરબી શહેર ભાજપ કાર્યાલય અને ચકિયા હનુમાન મંદિર થઈને રવાપર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક ખાતે પહોંચશે, જ્યાં રેલીનું સમાપન કરવામાં આવશે.રેલીના સમાપન બાદ રાત્રે ૮:૩૦ કલાકે બાપા સીતારામ ચોક ખાતે એક વિશાળ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાંતિભાઈ અમૃતિયાના સ્વાગત માટે આયોજિત આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેશે.#Morbi #MorbiUpdate #MorbiNews #KantibhaiAmrutiya #BJP #Gujarat #MorbiCity #WelcomeRally