સવારે 8 વાગ્યે જડેશ્વર મંદિરથી યાત્રાનું થશે પ્રસ્થાન, રામમહેલ મંદિરે યાત્રાનું સમાપન થઈને હિન્દુ મહાસભામાં પરિવર્તિત થશેમોરબી અપડેટ : જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે મોરબી શહેરમાં ધર્મ, સંસ્કૃતિ અને હિન્દુ એકતાના સંદેશ સાથે 'સર્વે હિન્દુ સંગઠન - મોરબી' દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 4ના રોજ જન્માષ્ટમીના પાવન પર્વે મોરબીના મુખ્ય રાજમાર્ગો પર આ શોભાયાત્રા ભક્તિભાવપૂર્વક પરિભ્રમણ કરશે.આ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ સવારે 8:00 વાગ્યે મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મંદિર ખાતેથી થશે. ત્યાંથી પ્રસ્થાન થઈને યાત્રા સુપર ટોકીઝ, નવયુગ ગારમેન્ટ ત્રિકોણ, નવા ડેલા રોડ અને જૂના બસ સ્ટેન્ડ તરફ આગળ વધશે. ત્યારબાદ શોભાયાત્રા રામચોક, સીતા ચોક, રવાપર રોડ સ્થિત ચકિયા હનુમાન, ગાંધી ચોક પેટ્રોલ પંપ, શાક માર્કેટ - યદુનંદન ગેટ, નેહરૂ ગેટ ચોક અને ગ્રીન ચોક થઈને રામ મહેલ મંદિર ખાતે પહોંચશે. જ્યાં હિન્દુ મહાસભા યોજીને શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ શોભાયાત્રામાં મોરબી શહેર તથા આસપાસના વિસ્તારના સમસ્ત ધર્મપ્રેમી જનતાને ઉત્સાહભેર જોડાવા સર્વે હિન્દુ સંગઠન દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Janmashtami #Shobhayatra #MorbiNews #JanmashtamiMahotsav #HinduEkta #MorbiLive