મોરબી: મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 26 માર્ચ, ગુરુવારના રોજ શહેરમાં પ્રભુ શ્રી રામની દિવ્ય શોભાયાત્રા નીકળશે.શોભાયાત્રાની વિશેષતાઓ અને રૂટઆ શોભાયાત્રા 26 માર્ચના રોજ સાંજે 4:00 વાગ્યે સર્કિટ હાઉસ થી પ્રસ્થાન કરશે. જેમાં 15 થી વધુ શાળાઓના ફ્લોટ્સ અને વિવિધ આકર્ષણો તેમજ બગી અને શણગારેલા વાહનો સાથે રામ ભક્તો જોડાશે. શહેરના 30 થી વધુ સ્થળોએ સનાતની હિન્દુ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.બાળકો શિવ, રામ અને કૃષ્ણ જેવા પૌરાણિક પાત્રોની વેશભૂષામાં સજ્જ થઈને આકર્ષણ જમાવશે.શોભાયાત્રાનો રૂટ:સર્કિટ હાઉસ -> મહારાણા પ્રતાપ સર્કલ -> નવો પુલ -> વીસી ફાટક -> ત્રિકોણ બાગ -> નવા ડેલા રોડ -> જુના બસ સ્ટેન્ડ -> રામ ચોક -> નવા બસ સ્ટેન્ડ -> બાપા સીતારામ ચોક -> સીતા ચોક -> રવાપર રોડ -> ચકીયા હનુમાન -> શાક માર્કેટ -> નેહરૂ ગેટ -> દરબારગઢ.મહા આરતી અને સમાપનશોભાયાત્રા દરમિયાન નવા બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોક ખાતે વિશેષ આરતી સાથે સ્વાગત કરવામાં આવશે. રાત્રે 12:00 વાગ્યે દરબારગઢ સ્થિત રામ મહેલ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય મહા આરતી સાથે શોભાયાત્રાનું સમાપન થશે.હિન્દુ સંગઠનોના આગેવાનોએ મોરબીના તમામ સનાતની હિન્દુ સમાજને આ દિવ્ય મહોત્સવમાં બહોળી સંખ્યામાં જોડાવા અને ભારતીય પરંપરા મુજબના પેશવેષમાં સજ્જ થઈને જોડાવા અપીલ કરી છે. હાલમાં મોરબીમાં અત્યારથી જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.#MorbiUpdate #RamNavami2026 #MorbiNews #RamJanmotsav #ShobhaYatra #HinduSamaaj #MorbiEvents