મોરબી: મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડિંગ ખાતે 28/03/2026ને શનિવારના રોજ એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી 02/04/2026ના રોજ પૂજ્ય વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે યોજાનાર ભવ્ય શોભાયાત્રાના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.પૂજ્ય વેલનાથ બાપુની પુણ્યતિથિના પાવન અવસરે મોરબી અને માળિયા તાલુકાના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના આગેવાનો, યુવા શક્તિ અને ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાય તેવું આહવાન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ સમાજની એકતા, શક્તિ અને સંગઠનનું પ્રતિક બની રહેશે. સમાજની આ એકતા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બને તે હેતુથી આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શોભાયાત્રાનો રૂટ અને વિગતો:આ ભવ્ય શોભાયાત્રા તારીખ 02/04/2026ના રોજ મોરબીના જડેશ્વર મહાદેવ મંદિર (રેલવે સ્ટેશન રોડ) થી પ્રસ્થાન થશે. ત્યાંથી નગર ગેટ, તખ્તસિંહજી રોડ, વીસી ફાટક, મહારાણા પ્રતાપ સર્કલ અને ચાર રસ્તા થઈને ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની બોડિંગ ખાતે પૂર્ણ થશે.આ આયોજનને સફળ બનાવવા માટે જગદીશભાઈ જી બાંભણીયા, અજયભાઈ વાઘાણી, માધવભાઈ પરેશા, દેવેશ ભાઈ રાણેવાડીયા અને પ્રવીણભાઈ સારલા સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજકો દ્વારા મોરબી જિલ્લાના તમામ સમાજબંધુઓને પરિવાર સાથે શોભાયાત્રામાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #VelnathBapu #Shobhayatra #ChunvaliyaKoliThakorSamaj #Unity #ReligiousEvent #MorbiNews