પરશુરામ યુવા ગ્રુપ દ્વારા વાઘપરાથી પરશુરામ ધામ સુધી શોભાયાત્રા, અન્નકૂટ અને મહાપ્રસાદનું પણ આયોજનમોરબી : મોરબીમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પરશુરામ યુવા ગ્રુપના મહામંત્રી વિશ્વાસ જોષીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવ આ શોભાયાત્રા યોજાઈ છે. અને તેમાં બ્રહ્મ સમાજના તમામ લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. આ ભવ્ય શોભાયાત્રા વાઘપરા શેરી નંબર 14 થી શરૂ કરવામાં આવી છે. શોભાયાત્રા મોરબી શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈને પરશુરામ ધામ ખાતે પહોંચશે અને ત્યાં તેનું સમાપન થશે. શોભાયાત્રાના સમાપન બાદ પરશુરામ ધામ ખાતે અન્નકૂટ અને મહાપ્રસાદનું પણ આયોજન ગોઠવવામાં આવ્યું છે. આ જન્મોત્સવમાં મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ જોડાયા છે. #Morbi #MorbiUpdate #ParshuramJayanti #ShobhaYatra #ParshuramYuvaGroup #MorbiNews #GujaratNews