નહેરૂગેટ ચોક ખાતે સંગીત સંધ્યા યોજાઈ, અંગારા રાસે જમાવ્યું આકર્ષણમોરબી : મોરબીમાં આજે સર્વે હિન્દૂ સમાજ દ્વારા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરબાર ગઢથી નહેરૂગેટ ચોક સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં હજારો લોકો ઉમટ્યા હતા.આ શોભાયાત્રા નહેરૂગેટ ચોક ખાતે વિરામ પામી હતી. જ્યાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભગવાન શ્રી રામ ઉપરના ગીતો ગવાયા હતા. આ ઉપરાંત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સાથે મહાઆરતી પણ કરાઈ હતી. વધુમાં અહીં શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા ખાસ અંગારા રાસ લેવામાં આવ્યો હતો. જેને નિહાળી ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ બન્યા હતા.