જડેશ્વર મહાદેવ મંદિરથી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની વિદ્યાર્થી બોર્ડિંગ સુધી યોજાશે શોભાયાત્રામોરબી : આગામી તારીખ 12 એપ્રિલ ને શનિવારના રોજ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત શિરોમણી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શિરોમણી વેલનાથ બાપુની ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા આ શોભાયાત્રા નીકળશે.12 એપ્રિલ ને શનિવારે સવારે 8 કલાકે મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. જે મોરબી શહેરના મુખ્ય માર્ગ પરથી વીસી ફાટક, મયુર પુલ, મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડી, 8-એ નેશનલ હાઇવે થઈને સો ઓરડી જિલ્લા પંચાયત કચેરી પાછળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે પુર્ણાહુતિ કરશે. જ્યાં બપોરે 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળના પ્રમુખ પરસોત્તમભાઈ સાબરીયા તેમજ ઉપપ્રમુખ ચંદુભાઈ બાબરીયા દ્વારા મોરબી જિલ્લામાં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ભાઈઓ તેમજ બહેનોને મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.