ભરતનગર : આગામી ૧૬ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ કૃષ્ણજન્માષ્ટમીના પવિત્ર પર્વની ઉજવણી નિમિત્તે ભરતનગર ગામમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સમસ્ત ગ્રામજનો દ્વારા સાથે મળીને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી બપોર સુધી ભગવાન શ્રીકૃષ્ણની આરાધના અને આનંદ-કિલ્લોલ કરવામાં આવશે.આ ધાર્મિક કાર્યક્રમના સમાપન બાદ, ગામના સૌ ગ્રામજનો અને બહારથી પધારેલા મહેમાનો માટે ભરતનગર સમાજવાડી ખાતે બપોરના ફરાળી મહાપ્રસાદ (ધુમાડા બંધ)નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ ગામના સાથ અને સહયોગથી આયોજન કરાયું છે. જેમાં સૌ ભક્તો અને મહેમાનો જોડાવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.