સાંસદ મોહનભાઇ કુંડારિયાના નિવાસસ્થાનેથી પોથીયાત્રા નીકળી મુખ્યમાર્ગો પર ફરી કથા સ્થળ વાવડી રોડ ઉપર કબીરધામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયુંમોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલની દુર્ઘટનાના 135 મૃતકોના આત્માની શાંતિ માટે આજથી વાવડી રોડ ઉપર કબીરધામ ખાતેથી મોરારીબાપુની રામકથા શરૂ થનાર હોવાથી કથાના પ્રારંભે સાંસદ મોહનભાઇ કુંડારિયાના નિવાસસ્થાનેથી પોથીયાત્રા નીકળી મુખ્યમાર્ગો પર ફરી કથા સ્થળ વાવડી રોડ ઉપર કબીરધામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું.મોરારીબાપુની રામકથાની શરુઆતમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાના નિવાસસ્થાનેથી પોથીયાત્રા નીકળી હતી. બાળકોને ભગવાનની વેશભૂષા ધારણ કરી શણગારેલી બગીઓમાં, ઘોડા, રથમાં બેસાડી બેન્ડ બાજાની સુરાવલી તેમજ કારોના વિશાળ કાફલામાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાય હતી. આ રામકથાની પોથી સાંસદ મોહનભાઇ કુંડારિયાના પત્ની તેમજ 20 યજમાનો દ્વારા માથે ઉપાડવામાં આવી હતી. આ ભવ્ય પોથીયાત્રા સાંસદના નિવાસસ્થાનથી નીકળી નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક , ઉમિયા સર્કલ, દલવાડી સર્કલ અને વાવડી રોડ ઉપર પસાર થઈને કથા સ્થળે કબીરધામ ખાતે પહોંચી હતી. જ્યાં પોથીયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.