મોરબી : મોરબીના ધર્મપ્રેમી અને કલાપ્રેમી જનતા માટે આજે તારીખ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ ને ગુરુવારના રોજ, શહેરના શનાળા રોડ વિસ્તારમાં, ગોકુળ નગર પાછળ આવેલી મોટી બજારની વાડી ખાતે શ્રી શક્તિ ગરબી મંડળ દ્વારા એક ભવ્ય નાટક 'મહારાણા પ્રતાપ' નું આયોજન કરવામાં આવ્યું છે. આયોજક મંડળે મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના તમામ નાગરિકોને પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.