ભૂલકાંઓ શ્રીકૃષ્ણ અને રાધાના વેશભૂષામાં સજ્જ થઈ ઉત્સાહભેર જોડાયા મોરબી: મોરબી સ્થિત સત્યમ્ વિદ્યાલય દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે 'નંદ ઉત્સવ'નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં પ્લેહાઉસ, L.K.G, બાલવાટિકા તેમજ ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ઉત્સવ દરમિયાન, નાના ભૂલકાંઓ સુંદર શ્રીકૃષ્ણ અને રાધાના વેશભૂષામાં સજ્જ જોવા મળ્યા હતા, જેણે વાતાવરણમાં અનેરો ઉત્સાહ ઉમેર્યો હતો. બાળકોએ કાનુડાનો શણગાર સજી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ બાળકો અને શિક્ષકોએ મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ ઉપરાંત મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો, જેણે નંદ ઉત્સવની ઉજવણીને વધુ જાજરમાન બનાવી હતી. સમગ્ર 'નંદ ઉત્સવ'ને સફળ બનાવવા માટે સત્યમ્ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.