અર્ધનારેશ્વર શિવ શક્તિના શણગાર, ઢોલ-નગારા અને આતશબાજી સાથે મહાઆરતી યોજાશેમોરબી અપડેટ: મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના 4થા અને છેલ્લા સોમવારે સાંજે 7:15 કલાકે ભવ્યાતી ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.આ પાવન અવસરે સત્યેશ્વર મહાદેવને વિશેષ અર્ધનારેશ્વર શિવ શક્તિનો શણગાર કરવામાં આવશે. આ મહા આરતીનું આયોજન ઢોલ-નગારા અને રંગબેરંગી ફટાકડાની આતશબાજી સાથે ધામધૂમથી કરવામાં આવનાર છે. અર્ધનારેશ્વર શિવશક્તિના શણગાર સાથે મહાઆરતીના દાતા તરીકે વિપુલભાઈ હરજીવનભાઈ ઘોડાસરા (સ્વસ્તિક કો.ઓપ.સોસાયટી, જય જીવન એપાર્ટમેન્ટ, સનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ સામે)નો સહયોગ પ્રાપ્ત થયો છે. મંદિરના મહંત પ્રીન્ટુ ગીરીબાપુ તરફથી સમસ્ત મોરબીની ધર્મ પ્રેમી જનતાને આ ભવ્ય મહા આરતીના દર્શનનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #SatyeshwarMahadev #MahaAarti #ShravanMas #MorbiNews #ShivShakti