ઢોલ-નગારા અને આતશબાજી સાથે યોજાશે મહાઆરતીમોરબી અપડેટ: શિવભક્તો માટે પવિત્ર એવા શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે, ત્યારે મોરબીમાં શિવાલયો ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે સત્યેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે એક ભવ્ય મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.શ્રાવણ માસના પ્રથમ સોમવારે સત્યેશ્વર મહાદેવ મંદિરે સાંજે 7:15 કલાકે ઢોલ-નગારાના નાદ અને શાનદાર આતશબાજી સાથે વિશેષ મહાઆરતી યોજાશે. આ ભવ્ય મહાઆરતીના મુખ્ય દાતા તરીકે ઉમિયાનગર સોસાયટી વાળા ધરમશીભાઈ મોતીભાઈ ભીમાણીએ લાભ લીધો છે.સમસ્ત ધર્મપ્રેમી જનતા અને શિવભક્તોને ઢોલ-નગારા અને આતશબાજી સાથે યોજાનારી આ દિવ્ય મહાઆરતીના દર્શનનો અનેરો લાભ લેવા માટે મંદિરના મહંત પીન્ટુ ગીરીબાપુ દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #ShravanMas #MahaAarti #SatyeshwarMahadev #MorbiNews #ShivDarshan #Gujarat