મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામે આગામી તારીખ 26 ફેબ્રુઆરીને મહાશિવરાત્રિ નિમિત્તે રાત્રે 8-30 કલાકે સમસ્ત ખરેડા ગામ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક ડાયરામાં કલાકાર શ્રૃતિ પટેલ, મિલન પટેલ, હકાભા ગઢવી, હર્ષદભાઈ, કશ્યપ અગ્રવાત ઉપસ્થિત રહેશે. તો આ લોક ડાયરાને માણવા સર્વ ધર્મપ્રેમી જનતાને સમસ્ત ખરેડા ગામ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.