મોરબી : શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણાસેવા મંડળ મોરબી તથા સંત વેલનાથ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા રાજકોટ કન્યા છાત્રાલયના લાભાર્થે આજે તા. 16-3-2025 ને રવિવારનાં રોજ રાત્રે 9 કલાકે કલેકટર કચેરી પાછળ વિદ્યાર્થી બોર્ડિંગ સામે લાબેલ કારખાનું ગ્રાઉન્ડ મોરબી -2 ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકગાયક સોનલબેન ઠાકોર, હાસ્ય કલાકાર બટુકભાઈ ઠાકોર, લોકગાયક રાજુભાઈ સાકરીયા તેમજ આરતીબેન ઇન્દરિયા જેવા કલાકારો ખાસ ઉપસ્થિતિ રહેશે. ત્યારે આ લોક ડાયરામાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.