31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રવાપર રોડ પર કથા યોજાશે: આધ્યાત્મિક અને સામાજિક જીવનમાં કૃષ્ણના આદર્શો અંગે માર્ગદર્શન અપાશેમોરબી અપડેટ: મોરબીની વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ (રામકો) દ્વારા સંસ્થાના દશાબ્દી વર્ષ નિમિત્તે આગામી તારીખ 31 જુલાઈ 2026 થી 2 ઓગસ્ટ 2026 સુધી ત્રણ દિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ કૃષ્ણ કથા દરરોજ રાત્રે 8:30 કલાકે મોરબીના રવાપર વિસ્તારમાં શિવ મંદિર સામે આવેલા ઉમા હોલ ખાતે યોજાશે. કથામાં વક્તા તરીકે દર્શનાચાર્ય આચાર્ય અજય આર્ય ઉપસ્થિત રહેશે. તેઓ કૃષ્ણના દિવ્ય જીવનચરિત્ર, ભગવદ ગીતા, ધર્મ, કર્તવ્ય અને આધુનિક જીવનની વિવિધ સમસ્યાઓના વૈદિક ઉકેલ વિશે સરળ અને જીવનોપયોગી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે સફળતા મેળવવાના સચોટ ઉપાયો અને જીવન જીવવાની પ્રેરણા પણ પૂરી પાડવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ છેલ્લા 10 વર્ષથી મોરબીમાં સવાર-સાંજ દૈનિક યજ્ઞ તેમજ લોકોના શુભ પ્રસંગોએ કોઈપણ દાનની અપેક્ષા વિના નિઃસ્વાર્થ ભાવે યજ્ઞનું આયોજન કરી રહી છે. સંસ્થા 10 વર્ષ પૂર્ણ કરી 11માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, તે નિમિત્તે આ કૃષ્ણ કથાનું આયોજન કરાયું છે. કથાના આયોજનમાં આર્ય સમાજ (દક્ષિણ) મોરબી અને માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, મોરબી સહયોગી સંસ્થા તરીકે જોડાયા છે.મોરબી શહેર અને આસપાસના વિસ્તારોના તમામ ધર્મપ્રેમી નાગરિકોને સહપરિવાર આ કૃષ્ણ કથાનો લાભ લેવા આયોજક સંસ્થા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9886320233 પર સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #MorbiNews #KrishnaKatha #VedicYagna #Ravapar #ReligiousEvent8