મોરબી : મોરબીના કાલિકા પ્લોટ યુવા સંગઠનના 25 વર્ષ પૂર્ણ થયે ભવ્યાતિભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 16 ઓગસ્ટ ને જન્માષ્ટમીના દિવસે સવારે 9 વાગ્યે કાલિકા હનુમાનજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. જેમાં બગીમાં કાનુડાને બેસાડીને ઘોડા અને ઢોલ-ત્રાસા સાથે વાજતે ગાજતે રાજ બેંકના નાકે થઈને સીતારામ ચોક, લવકુશ કોમ્પલેક્ષ, રવાપર રોડ સુધી શોભાયાત્રા પહોંચશે. જ્યાં સૌ સાથે મળીને બપોરે 12 કલાકે મટકી ફોડનો કાર્યક્રમ યોજશે.રાત્રે સીતા ચોક, લવકુશ કોમ્પલેક્ષ, રવાપર રોડ પર સૌ સાથે મળીને 12 વાગ્યે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. રવાપર રોડ સીતારામ ચોક પાસે ત્રણ દિવસ છઠ-સાતમ-આઠમ અયોધ્યા મંદિર, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રીના દર્શનનું પણ આયોજન કરાયું છે. ત્રણ દિવસ દરરોજ રાત્રે રવાપર રોડ, સીતા ચોક કાતે ડીજેના તાલ સાથે ભવ્ય લાઈટ ડોકેરેશનનું પણ આયોજન કરાયું છે. તો કાલિકા પ્લોટ યુવા સંગઠનના 25 વર્ષની જ્યુબિલી નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવમાં પધારવા સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.