મોરબી : મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક કેમ્પસમાં જન્માષ્ટમીની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. દરેક જગ્યાએ મટકી ફોડ, ગોપુરમ, રસાગરબાની રમઝટ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક કેમ્પસમાં જન્માષ્ટમીની ભકિતમય અને ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. દરેક જગ્યાએ મટકી ફોડ, ગોપુરમ, રસાગરબાની રમઝટ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ જુદી જુદી જગ્યાએ પ્રમુખ પી.ડી. કાંજીયા, ક્રિશ્ન કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસવાડીયાએ હાજરી આપીને આરતીનો લાભ લીધો હતો. બાળકોની જુદી જુદી વેશભૂષાએ બધાના મનમોહી લીધા હતા. તથા કોલેજના વિદ્યાર્થીઓ સાથે કાનુડાની બુલેટ એન્ટ્રીએ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અબીલ ગુલાલની છોળો તથા પાણીની બોછારે રંગોત્સવ સર્જ્યો અને ડી.જે.ના તાલે કાનુડાના રાસ ગરબામાં બાળકો મન મૂકીને નાચીને વાતાવરણને ભકિતમય બનાવી દીધું હતું. આ કાર્યક્રમની પૂર્ણાહુતિમાં બધા પ્રસાદ લઈ છૂટા પડ્યા અને એક બીજાને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીના દરેક કેમ્પસના પ્રિન્સીપાલ તથા સ્ટાફે જાહેતમત ઉઠાવી હતી.