વિદ્યાર્થીઓને નેતૃત્વ અને જવાબદારીના પાઠ ભણાવવામાં આવ્યા: શહેરના વિવિધ મહાનુભાવો રહ્યા ઉપસ્થિતમોરબી : મોરબી સ્થિત OSEM GSEB શાળામાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ઇન્વેસ્ટિચર સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત, તુલસી પૂજન અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.કાર્યક્રમમાં OSEM ના પ્રમુખ અને ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સાયબર ક્રાઇમ પોલીસ વિભાગના PSI શુક્લા, OMVVIM કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ધર્મેન્દ્ર ગડેસિયા, ડૉ. યોગેશ પેઠાપરા (મારુતિ હોસ્પિટલ, ઓર્થોપેડિક સર્જન), એડવોકેટ નરેન્દ્ર સેટા, ગાયત્રીબેન મકવાણા (વિક્ટર ક્લોક), પાયલ ગોહેલ (કિડ્સ કેર પ્લે હાઉસ), મીરા પારેખ (યુનિકોન ઇન્ટરનેશનલ), અરવિંદ દલસાણિયા (ઉદ્યોગસાહસિક), પ્રદીપ પટેલ (સિમ્પોલો ગ્રુપ) તેમજ શેરસિયા દંપતી (સોલ્ટ ઇન્ડસ્ટ્રી) ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન હેડ બોય, હેડ ગર્લ, ડેપ્યુટી હેડ બોય, ડેપ્યુટી હેડ ગર્લ તથા વિવિધ હાઉસ અને પ્રિફેક્ટ્સને બેજ અર્પણ કરીને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શિસ્ત, નેતૃત્વ અને જવાબદારીના મૂલ્યોને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી.શાળાના પ્રમુખ અને ટ્રસ્ટી સુમંતભાઈ પટેલએ વિદ્યાર્થીઓને સકારાત્મક નેતૃત્વ, સંસ્કાર, શિસ્ત અને સમર્પણ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થી નેતાઓ જ આવતીકાલના જવાબદાર નાગરિકો અને રાષ્ટ્રના ઘડવૈયા બનશે. પ્રિન્સિપાલ સના કાઝીએ વિદ્યાર્થીઓને પોતાના કર્તવ્યો નિષ્ઠાપૂર્વક નિભાવી શાળાનું ગૌરવ વધારવા તેમજ શાળાની 23 વર્ષની ગૌરવશાળી પરંપરાને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમના સફળ આયોજન માટે હાઉસ માસ્ટર્સ, શિક્ષકગણ અને વિદ્યાર્થી પરિષદની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.#MorbiUpdates #MorbiNews #OSEMSchool #InvestitureCeremony #StudentLeadership #EducationNews #MorbiEducation #SchoolEvent2026