મોરબી : મોરબીની જાણીતા નવયુગ ગ્રુપ ઓફ કોલેજ, વીરપર ખાતે નવયુગ કા રાજા” ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ ભવ્ય રીતે મહા આરતી સાથે ઉજવાયો. ત્યારે આજે નવયુગ કા રાજા ગણેશ મહોત્સવની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ. ગણેશ મહોત્સવ દરમ્યાન ગણપતિ બાપાની વિધિવત પૂજા-અર્ચના બાદ ભવ્ય 256 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ આયોજનમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે કાર્યક્રમને વિશેષ ઊર્જા અને એકતા મળી.મહોત્સવની સમાપન વિધિ અંતર્ગત આજે વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસર વિશાળ સંખ્યામાં જોડાયા. શ્રદ્ધાભક્તિ સાથે “ગણપતિ બાપા મોરયા”ના ગર્જના કરતા સૌએ આનંદપૂર્ણ માહોલમાં ગણપતિ દાદાની વિસર્જન યાત્રા પૂર્ણ કરી. આ પ્રસંગે કોલેજ મેનેજમેન્ટે વિદ્યાર્થીઓની એકતા, સંસ્કૃતિ પ્રત્યેનો ભાવ અને સામાજિક જવાબદારી માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી. કાંજીયા તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.