મોરબી : મોરબી શહેરના રોટરીનગર ગરબી ચોક (મોરબી-૨) ખાતે હિન્દુ સમાજની એકતા, સંસ્કાર અને રાષ્ટ્રભાવનાને મજબૂત બનાવવા માટે ભવ્ય હિન્દુ શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. “હિન્દુ હિન્દુ એક રહે, ભેદભાવ કદી નહીં સહે” ના સંદેશ સાથે યોજાનાર આ સંમેલન સમાજમાં જાગૃતિ અને સંકલનનો મજબૂત આધાર બનશે.આ કાર્યક્રમને મુદ્રાદાસજી મહારાજ (રામદૂની) ના આશીર્વાદ પ્રાપ્ત છે. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંઘના પ્રખર વક્તા વિજયભાઈ રાવલ ઉપસ્થિત રહી પ્રેરણાદાયી માર્ગદર્શન આપશે.કાર્યક્રમની રૂપરેખા મુજબ, રાત્રે ૯:૦૦ વાગ્યે દીપ પ્રાગટ્યથી સંમેલનની શરૂઆત થશે. ત્યારબાદ સંતો, મહંતો અને વક્તાઓનું અભિવાદન તથા પરિચય કરવામાં આવશે અને તેમના દ્વારા બૌદ્ધિક પ્રવચનો આપવામાં આવશે. આ સંમેલન “પંચ પરિવર્તન”ના મૂલ્યો જેમ કે સામાજિક સમરસતા, પર્યાવરણ જાગૃતિ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી ભાવના અને નાગરિક કર્તવ્ય જેવા વિષયો પર આધારિત રહેશે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું ધ્યેય ધરાવે છે. કાર્યક્રમના અંતે સૌની સહભાગિતાથી દિવ્ય અને ભવ્ય હનુમાન ચાલીસા પાઠ યોજાશે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવશે. રાત્રે ૯:૦૦ વાગ્યે રોટરીનગર ગરબી ચોક, મોરબી-૨ ખાતે યોજાનાર આ હિન્દુ શક્તિ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #HinduShaktiSammelan #RotaryNagar #HinduSamaj #GujaratNews