સવારે 8:30 કલાકે નવગ્રહ મંદિર ખાતે એક વિશાળ ધર્મસભાનું આયોજન: સવા લાખથી વધુ ભક્તો ઉમટી પડવાની શક્યતાચોટીલા: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આગામી 22 માર્ચ 2026, રવિવારના રોજ ચોટીલા ખાતે ભવ્ય ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી ચૈત્ર નવરાત્રીના પ્રથમ રવિવારે યોજાનારી આ પરિક્રમામાં ગત વર્ષે 1.25 લાખથી વધુ ભક્તો જોડાયા હતા, ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે.ધર્મસભા અને પરિક્રમાનો કાર્યક્રમઆગામી 22-03-2026 ને રવિવારના રોજ સવારે 8:30 કલાકે ચોટીલા ડુંગરની તળેટીમાં આવેલ નવગ્રહ મંદિર ખાતે એક વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં પૂજ્ય સંતો, સાહિત્યકારો અને હાસ્ય કલાકારો દ્વારા ધર્મ પ્રવચન આપવામાં આવશે. ત્યારબાદ સંતોના હસ્તે ધ્વજ અર્પણ કરી પરિક્રમાનું પ્રસ્થાન કરાવવામાં આવશે.પૂજ્ય સંતોની પ્રેરક ઉપસ્થિતિઆ ધર્મસભામાં જગતગુરુ ગર્ગાચાર્ય મહારાજ પીઠાધેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત માર્ગદર્શક સંતો આત્માનંદ સરસ્વતીજી (બોટાદ), શંભુપ્રસાદજી ટુંડિયા (ઝાંઝરકા), પ્રેમ બાપુ (સતરંગની જગ્યા), મનસુખગીરીબાપુ (ચામુંડા માતાજી ડુંગર મહંત પરિવાર),ભરતબાપુ ખાચર (લોમેવધામ, ધજાળા), વાલજીભગત (ઠાકરની જગ્યા, કાળાસર), કાશીગીરીબાપુ (બોરીયા નેશ), મહામંડલેશ્વર રામબાલકદાસજી બાપુ (દુધઈ)સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.5.5 કિમીનો રૂટ અને મહાપ્રસાદની વ્યવસ્થાપરિક્રમાનો કુલ રૂટ 5.5 કિમીનો છે, જે પૂર્ણ કરતા અંદાજે 2 કલાકનો સમય લાગશે. પરિક્રમા પૂર્ણ થયા બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ મહાપ્રસાદના દાતા હરેશબાપુ શ્રવણ અને ધીરૂભાઈ શ્રવણ (શ્રી રામકૃપા અન્નક્ષેત્ર, દુદાપુર) છે.અંગદાન જનજાગરણ અભિયાનઆ કાર્યક્રમમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ જનજાગરણ અભિયાન પણ ચલાવવામાં આવશે. આકસ્મિક સંજોગોમાં બ્રેઈનડેડ જાહેર થયેલ વ્યક્તિના અંગદાનથી અન્ય 8 વ્યક્તિઓને નવું જીવન મળી શકે છે તેવો સંદેશો પ્રસરાવવામાં આવશે.આ પરિક્રમામાં જોડાવા માટે તમામ ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે માટે મોરબીના સહસંયોજક જશ્મીનભાઈ હીંશુ (મો. 98253 23332), કિશોરભાઈ ભાલોડીયા (મો. 99099 91741) અને વાસુભાઈ જેથલોજા (મો. 93277 16723) નો સંપર્ક કરવા જણાવાયું છે. #MorbiUpdate #Chotila #Parikrama #DharmaJagran #Saurashtra #ChamundaMa #Angdan #ReligiousNews