ટંકારા : ટંકારા શહેરના લતીપર રોડ પર આવેલી ઈન્દ્રપ્રસ્થ-3 સોસાયટી ખાતે આ વર્ષે પ્રથમવાર ગરબી મહોત્સવનું અદભૂત અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્દ્રપ્રસ્થ-3 ગરબી મંડળના સંચાલન અને સોસાયટીના સભ્યોના સહયોગથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે માતાજીની આરાધનાનું ભક્તિમય માહોલ સર્જાયો હતો.દરરોજ ચાચર ચોક ખાતે સ્થાનિક બહેનો અને રહીશો ભાતીગળ વેશભૂષા સાથે ગરબે ઘૂમ્યા હતા અને માતાજીના ગુણગાન ગાયા હતા. માતાની આરતી બાદ ઉપસ્થિત જનમેળે વિવિધ રાસ પ્રોગ્રામો—ટિપ્પણી રાસ, કરતાલ રાસ, દિવડા રાસ, બેડા રાસ, હિચ ચલતી, ત્રણ તાળી રાસ વગેરેનો આનંદ માણ્યો હતો.આ શુભ અવસરે સંચાલન ટીમમાં રાહુલ ભાગિયા, દિનેશ ભાગિયા, નારણ ભાગિયા, કિર્તિ ભાગિયા, ચંદ્રકાંત ડાકા, મનિષ ભાગિયા, ભાસ્કર સંધાણી, આકાશ કાસુન્દ્રા, નિકુંજ દૈત્રોજા, લાલજી પટેલ, શિવલાલ ગોસરા, અશ્વિન ઢેઢી, અરૂણ ઢેઢી, અને ભદ્રેશ ગોસરા સહિતના સદસ્યોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.પ્રથમ વર્ષે થયેલ આ ભવ્ય આયોજનથી ઇન્દ્રપ્રસ્થ-3 સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં આનંદ અને ઉત્સાહની લહેર દોડી ગઈ છે. સંચાલકમંડળે જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં પણ વધુ ઉત્સાહ અને નવીનતા સાથે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.