ઓપરેશન સિંદૂરની થીમ સાથે હળવદ કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન હળવદ : હવે થોડાક જ દિવસોમાં ગણપતિ મહોત્સવની શરૂઆત થનાર છે ત્યારે હળવદ સમસ્ત ગામના નગરજનો દ્વારા શરણનાથ ઉપવન ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂરની થીમ સાથે આ હળવદ કા રાજા ગણપતિ મહોત્સવ યોજાશે.ગણપતિ મહોત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં સત્યનારાયણ ભગવાનની કથા, સુંદરકાંડના પાઠ, શિવ મહિમ્નમ, આનંદનો ગરબો તથા એક દિવસ સવારે દર્શન કરવા આવનાર તમામ ભક્તોનું મેડિકલ ચેકઅપ કરી આપવામાં આવશે. તો આ ગણપતિ મહોત્સવમાં ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.