મોરબી: આજરોજ તારીખ 2 સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ ધામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી ગણેશ યાગનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં વિવિધ પ્રકારના ફળો સાથે ગણપતિને પ્રિય એવા મોદક હોમી યજમાનોએ અનેરો લાભ લીધો હતો. આ ગણેશયાગમાં તાલુકા બ્રહ્મસમાજના પ્રમુખ તેમજ યજ્ઞના મુખ્ય આચાર્ય કૌશિકભાઈ વ્યાસે પોતાની આગવી શૈલીમાં સૌને ભક્તિમુગ્ધ કરી દીધા હતા. આ યાગમાં પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, ચિંતનભાઈ ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, રાજેન્દ્રભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, મહેશભાઈ ભટ્ટ, રોહિત પંડ્યા, નિલાબેન પંડિત, કિરણબેન ઠાકર, વિનુભાઈ ભટ્ટ, હાર્દિક વ્યાસ, હરીશભાઇ પંડ્યા, યજ્ઞેશભાઈ, હર્ષિતભાઈ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.