મોરબી : મોરબીના ધોળેશ્વર રોડ પર આવેલા શાંતિવન આશ્રમ ખાતે આગામી તારીખ 10 જુલાઈ ને ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમા ભવ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંત શિરોમણી કેશવાનંદ બાપુની જગ્યા એટલે કે શાંતિવન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે રાત્રે 10 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં સ્ટેજ સંચાલક ગઝલ ગાયક ડો. શૈલેષભાઈ રાવલ, ઉપરાંત ભજનીક કિશોરભાઈ વાઘેલા, પ્રીતિબેન વાજા, ભગવાનજીભાઈ બોરીચા, બેન્જો વાદક વિજયભાઈ મકવાણા, વાયોલીન વાદક આનંદભાઈ મકવાણા, મંજીરા વાદક રમેશભાઈ અને અનિલભાઈ ઉત્સાદ એન્ડ ગ્રુપ ભજનની રમઝટ બોલાવશે.