મોરબી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા હોટલ અતિથિ ખાતે નારી શક્તિને બિરદાવવા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ઇન્ડિયન લાયન્સ ક્લબના ઈમીડીયેટ પાસ્ટ નેશનલ ચેરપર્સન સ્વ. આશાબેન પંડ્યાને સ્મરણાંજલિ અર્પણ કરવાના હેતુથી યોજવામાં આવ્યો હતો.મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં ઉત્કૃષ્ટ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ અને અગ્રણી મહિલાઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ, યંગ ઇન્ડિયા ગ્રુપ, ફ્રેન્ડ્સ ક્લબ, યુવા શક્તિ ફાઉન્ડેશન, મુસ્કાન વેલ્ફેર સોસાયટી, રઘુવંશી મહિલા મંડળ, રાજપુત મહિલા સંગઠન અને અનસ્ટોપેબલ વોરિયર જેવી સંસ્થાઓને સન્માનિત કરાઈ હતી.આ ઉપરાંત, સેવાકીય ક્ષેત્રે યોગદાન આપનાર ગીતાબેન સાંચલા, કંચનબેન લલીતભાઈ અઘારા, રમાબેન ગડારા, બ્રહ્માકુમારી ઉષા દીદી, તસ્લીમબેન પટેલ, દુર્ગાબેન નરેન્દ્રભાઈ કૈલા, કાજલબેન બોડા, તરુણાબેન ડેડી, ઉમાબેન સોમૈયા, શારદાબેન આદ્રોજા, જ્યોત્સનાબેન ઘોડાસરા, હીનાબેન પરમાર, સોનલબેન શાહ, શોભનાબા ઝાલા, સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, મયુરીબેન કોટેચા, પ્રીતિબેન દેસાઈ, ડોક્ટર હસ્તીબેન મહેતા અને ડોક્ટર વનીતાબેન રાઠોડનું વિશેષ સન્માન કરાયું હતું.કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપમાં સતત ત્રણ ટર્મથી ઉપપ્રમુખ તરીકે વરાયેલા કાજલબેન ચંડીભમરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી શહેરના ૨૦થી વધુ અતિથિ વિશેષ મહિલાઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. સંસ્થાના પ્રમુખ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાએ ક્લબના તમામ બહેનોને શિલ્ડ આપીને નારી શક્તિને બિરદાવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા આર્થિક સહયોગ આપનાર દાતાઓ સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, પ્રીતિબેન દેસાઈ, કામિનીબેન સિંગ, ચંદાબેન કાબરા, ઉમાબેન સોમૈયા, આશાબેન ભાલોડીયા, સોનુબેન કોટક, દિવ્યાબેન છગ, શોભનાબા ઝાલા, નિમિષાબેન ખન્ના, શોભનાબેન કણસાગરા અને મયુરીબેન કોટેચાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોમલબેન આચાર્ય અને નિમિષાબેન ખન્ના દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ સંસ્થાના સેક્રેટરી મનિષાબેન ગણાત્રાએ કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધું હતું.#MorbiUpdate #MorbiNews #InternationalWomensDay #IndianLionessClubMorbi #WomenEmpowerment #Morbi