મોરબી: હનુમાન જન્મોત્સવના પાવન અવસર નિમિત્તે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વર્ધમાન નગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વર્ધમાન નગર સ્થિત વર્ધબલી હનુમાનજી મંદિર ખાતે આગામી તા. 02-04-2026ના રોજ સાંજે 5:00 કલાકે બટુક ભોજન (પ્રસાદ) રાખવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં યતીનભાઈ રાઠોડ, નૈમિષભાઈ શુક્લ, જગદીશભાઈ કાથરાણી અને ગૌતમભાઈ દ્વારા બટુક ભોજનના દાતા તરીકે સેવા આપવામાં આવી છે. વર્ધમાન નગર અને સામાકાંઠા વિસ્તારના તમામ બાળકોને આ બટુક ભોજન પ્રસાદનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #HanumanJanmotsav #SamaKantho #BatukBhojan #VardhmanNagar #ReligiousNews