હળવદ : માથક ગામે ચાર ગામના સીમાડાવાળા શ્રી મામાદેવના મંદિરના લાભાર્થે ભવ્ય 'દ્વિતીય માંડવા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને લોકપ્રિય કાર્યક્રમ સંવત 2082ના કારતક સુદ - 4, શનિવાર, તારીખ 25/10/2025 ના રોજ યોજાશે.મંદિરના લાભાર્થે યોજાનાર આ દ્વિતીય માંડવાના શુભ પ્રસંગે માંડવો રોપણ સવારે 8:45 કલાકે થશે. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન બપોરે 10:00 કલાકથી લઈને ઉપસ્થિત સૌ ભાવિક ભક્તોના આગમન સુધી ચાલુ રહેશે. રાત્રે 8:00 કલાકે ડાકની રમઝટ યોજાશે., તેમજ જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજ સેવક ખજુરભાઈ (નિતિન જાની) અને તરૂણ જાની (લાલાભાઈ) વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિશુ રાજપુત (મામા સેવક), શ્રી કુળદેવી ભુવા અને શ્રી નાનુ ભુવા દ્વારા કરવામાં આવ્યું છે.માંડવાના આગલા દિવસે એટલે કે, આજે તારીખ 24/10/2055, આવી છે શુક્રવારના રોજ બપોરે 3:00 થી 05:30 કલાક સુધી ભવ્ય રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં સુરીલા કલાકારો વિપુલ ખટાણા, અજય રાજપુત અને વિક્રમ રબારી પોતાની કલાનો જાદુ વિખેર્યો હતો. કાર્યક્રમમાં મહંત વિરભુષણ ધર્મ રક્ષક સોલંકી વિજયસિંહ બાપુ (Ex-ARMY, પચ્છમ (ભાલ)) અને ભાવેશ ગુજજર (રાવળ દેવ) પણ હાજર રહેશે. આ બંને કાર્યક્રમોમાં રાજકીય અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહેવાની આશા છે.આ ધાર્મિક પ્રસંગનું શુભ સ્થળ માથક-કડીયાણા વચ્ચે આવેલ મામાનો દરબાર, તાલુકો હળવદ, જિલ્લો મોર બી ખાતે છે. આ ઉપરાંત શ્રી મામાદેવ મંદિરના લાભાર્થે યોજાયેલા આ કાર્યક્રમ માટે દાન આપવા ઈચ્છુક દાતાઓએ શક્તિસિંહ પરમાર (મો. 8866062637) નો સંપર્ક કરવા જણાવાયું છે.