મોરબી : મોરબીના નાની વાવડી ગામે શ્રી માધવ અંધ-અપંગ ગૌશાળાના લાભાર્થે “પીઠડનું પ્રખ્યાત રામા મંડળનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા. 14 મે 2026, ગુરુવારના રોજ રાત્રે 9:00 કલાકે પટેલ સમાજ વાડી, નાની વાવડી ખાતે યોજાશે.રામદેવપીરના જીવનચરિત્રના પ્રસંગોને સંગીતમય શૈલીમાં રજૂ કરવામાં આવશે. આયોજક લાલજીભાઈ જીવરાજભાઈ પડસુંબિયા દ્વારા સર્વે ભાવિકોને હાજર રહી કાર્યક્રમનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.