મોરબી : ખારી (ત્રાજપર) ખાતે જયશ્રી ખોડિયાર - મેલડી મંડળ યુવા ગૃપ ખારી ઉજવણું નિમિતે તા. 25-10-2025 ને શનિવારના રોજ ડાક-ડમ્મરના ભવ્ય કાર્યક્રમનું આયોજ કરવામાં આવ્યું છે.જેમાં તા. 25 ઓક્ટોબરના રોજ બપોરે 11 કલાકે સમસ્ત ગામનો મહાપ્રસાદ, સાંજે 4 કલાકે ભુવાના સામૈયા અને રાત્રે 9 કલાકે ડાક ડમ્મરનો કાર્યક્રમ રાખેલ છે. આ દરમિયાન ડાકના કલાકાર વિશાલભાઈ માલણીયાત તથા સાગરભાઈ માલણીયાત દ્વારા ડાક વગાડવામાં આવશે. તથા ભુવા ગંગારામ ધનજીભાઈ કુકાવા અને શિવાભાઈ ધનજીભાઈ કુકાવા પધારશે. ત્યારે માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ અપવામાં આવ્યું છે.