મોરબી એપીએમસી ખાતે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા મોરબી : દેશની આઝાદીના 75 પુરા થવાના સંદર્ભે સરકાર દ્વારા આ રાષ્ટીય પર્વની આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં આજે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ એપીએમસી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે જિલ્લાકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભક્તિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને દેશભાવના ઉજાગર કરવામાં આવી હતી. મોરબી એપીએમસી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જે.બી.પટેલ, એસપી એસ.આર.ઓડેદરા, ધારાસભ્ય બીજેશ મેરજા, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, મોરબી શહેર મામલતદાર રૂપાપરા, અને ગ્રામ્ય મામલતદાર, ડી.જે.જાડેજા, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા શિક્ષાધિકારી બી.એમ.સોલંકી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યકમો રજૂ કર્યા હતા અને દેશભક્તિના ગીતો રજૂ કરીને દેશભાવનાને ઉજાગર કરી હતી. તેમજ દેશભક્તિને અનુરૂપ ડાયરો યોજાયો હતો.આ ઉપરાંત રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..