મોરબી : સંજયભાઈ મનજીભાઈ આદ્રોજાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે જુના ઘુટું ગામે તારીખ 11/11/19ને સોમવારે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જુના ઘુટું ગામ ખાતે મહાકાળી માં વાળી શેરીમાં આયોજિત આ ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં નરેશભાઈ વાઘેલા, વર્ષાબેન પટેલ, સાહિત્યકાર વિજયભાઈ ગઢવી રિધમ ગ્રુપ, સુરેશભાઈ પટેલ વાવડી સહિતના કલાકારો બાલાજી સાઉન્ડના સથવારે ભજનોની રમઝટ બોલાવશે. જાહેર જનતાને આ સંતવાણીમાં પધારવા આદ્રોજા પરિવારના મનજીભાઈ લાલજીભાઈ આદ્રોજાએ ભાવભર્યું આમંત્રણ આપ્યું છે.